RSS

અભાવ પણ

ગુર્જર કાવ્ય ધારા... A way of talking

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.

કહેવાતી ‘હા’થી નીકળે ‘ના’નોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.

કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યા છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.

ભીનાશ કોરી ખૂંપશે, પાનીમાં કો’ક દિ’,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.

કૈલાસ પંડિત

View original post

Advertisements
 
Leave a comment

Posted by on જુલાઇ 25, 2013 in હરતા-ફરતાંblog

 

હું તો આખી ને આખી ભીંજાણી

ગુર્જર કાવ્ય ધારા... A way of talking

રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી,
સખીરી, હું તો આખી ને આખી ભીંજાણી.

કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક વાદળનું મખમલિયું પૂર,
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ?
સખીરી, હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી,
સખીરી, હું તો આખી ને આખી ભીંજાણી.

ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન,
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન,
હું તો ભીનપના ભારથી મુંજાણી,
સખીરી, હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી,
સખીરી, હું તો આખી ને આખી ભીંજાણી.

વિમલ અગ્રાવત

View original post

 
Leave a comment

Posted by on જુલાઇ 25, 2013 in હરતા-ફરતાંblog

 

ઝંખના

ગુર્જર કાવ્ય ધારા... A way of talking

સદા આખા જગે પમરાટ થઇ વ્યાપી રહુંની, ઝંખના ..
સહુને કામ કોઈ રીત પણ આવી શકુંની, ઝંખના ..

ભલેને તાપ કે વરસાદ કનડે રાહમાં તો પણ મને,
સદા હર કોઈ વાતે રસ્તે બસ આગળ વધુંની, ઝંખના ..

તમે પણ અડધી રાતે કામ હો તો સાદ કરજો બેઝીઝક,
અને સ્હેજે મદદમાં હું નહીં પાછો પડુંની, ઝંખના…

સતત માણસ બનું, માણસ રહું, માણસને માટે હું જીવું,
જગતની આખી માણસ જાત માટે કંઇ કરુંની ઝંખના…

વતન કાજે ફના થઇ જાઉં હસતાં સૌથી પહેલાં હું સદા,
ચરણમાં માતની ‘આનંદ’ સાથે શિશ ધરુંની, ઝંખના ..

અશોક જાની ‘આનંદ’

View original post

 
Leave a comment

Posted by on જુલાઇ 25, 2013 in હરતા-ફરતાંblog

 

આપણું શિક્ષણ

‘ભણતર એ ત્રીજી આંખ છે.’ ‘વિદ્યા વિનાનો માનવ પશુ સમાન છે’.
‘શિક્ષણ માણસને અન્યથી જૂદો પાડે છે’. શિક્ષણ , કેળવણી વિશે
કેટલાં વિધાનો છે ! પણ કયા શિક્ષણ માટે? આજના આધુનિક શિક્ષણ
માટે? જે મૅકોલ નામનો અંગ્રેજ આપણને
મૂળિયા સોતા ઉખાડી નાખવા માટે શિક્ષણ પધ્ધતિ દાખલ
કરતો ગયો, તેના માટે ? ના. કદી નહી. તો પછી આપણે શા માટે એને
પકડીને બેસી રહ્યા છીએ.? છૂટકો નથી. શિક્ષણ
જગતના પરિવર્તનો એમ ઝડપથી સ્વીકાર્ય બનતાં નથી. હા.
આપણી જ વાત લઇ લો ! આપણાં દાદા અને પિતા જે શિક્ષણ
લેતા હતાં તે જ આપણે લીધું અને એ જ આપણાં સંતાનોને પણ
આપીશું. હા, દેખા-દેખી અને ફેશનમાં પરિવર્તન જરૂર આવ્યું છે. દા.
ત. કેટલાં શિક્ષકોનાં સંતાનો આજે પોતાની શાળામાં કે
ગામડાની સરકારી શાળામાં ભણે છે? ખૂબ ઓછા. અને જે ભણે છે
તેમા પણ મોટાભાગના પરિસ્થિતિ કે સ્થળ અગવડતાના કારણે છે.
મોટાભાગની બદલીઓ સંતાનોના ભવિષ્યને ધ્યાને લઇ કોઈ શહેર કે
શહેરની નજીકનાં ગામડામાં થતી હોય છે. તો શું પ્રાઇવેટ શાળા કે
અંગ્રેજી માધ્યમની મસમોટી ફી લેતી શાળાઓને
તમારા કાળજાના કટકા સોંપી તમે નિરાંત અનુભવો છો ?
તમારા કરતા પણ ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો તમારા સંતાનને
‘કેળવી’ દેશે?તમે ખુદ એક શિક્ષક છો તો શું તમારા સંતાનોને
કેળવવાની તાકાત તમારામાં નથી? આ બધાં પ્રશ્ર્નોના ઉત્તર દેવાનું
આપણું ગજુ નથી. એક ત્રણ કે ચાર વર્ષનું બાળક જે
માનો ખોળો છોડતું ન હોય, પિતાના ખભેથી ઉતરતું ન હોય તેને
વછોડાવીને તમે જુનિયર કે.જી. કે સિનિયર કે.જી.રૂપી આધુનિક
સગવડસજ્જ સોનાના પિંજરમાં ફફડવા માટે મૂકી દો છો.!
જયાં તેની નિર્દોષ આંખો સતત તમને શોધતી હોય છે.
હજી તો પતંગિયાની પાછળ દોડવાનું બાકી છે. વરસાદી છબછબિયા,
અરે ! પુરૂ બોલતાં પણ શીખવાનું બાકી છે ત્યાં ગણિત,
અંગ્રેજી જેવા વિષયો એના માથે પટકવાં યોગ્ય છે. રજા પડતાં તે
મમ્મી પપ્પાની ગોદમાં લપાવા માગે છે ત્યાં તેની બેગ
ખોલી આધુનિક મોમ-ડેડ આજની પ્રોગ્રેસ જોવા માંડે ને પેલું ફૂલ ! એ
નોટમાં બાળકની નાની સરખી ભૂલો દેખાય કે જાણે પોતાનો વંશ
પ્રગતિ કરવાનો જ ન હોય એવા મોઢા કરી લે છે! અને પેલું બાળક
તેઓના ચહેરા જોઇ અંદરથી જાણે ચિરાઇ જાય છે. આ બાળકને કઇ
કેળવણી મળવાની ? તે કદાચ ડોકટર કે એન્જિનિયર થાય તોય સમાજ
શું કાંદા કાઢી લેવાનો? અને એ મા-બાપ તો વળી ઘરડાઘરમાં જ હશે.
કેમ કે તમે એનું બાળપણ છીનવ્યું એ તમારૂ ઘડપણ છીનવશે. પાંચ
વર્ષ સુધી તેને ઘરે રહેવા દો શેરીમાં, ધૂળમાં, મિત્રો સાથે રમવા દો.
એને મજા આવે એવું બધું કરવા દો. એના માટે પેન પુસ્તકો, રંગ,
કાગળ બધું રાખો તેની જે હાલત કરે તે કરવા દો. તેને ગાતાં શીખવો,
પવન જેમ વાતા શીખવો, ઝાડ જેમ ફેલાતા શીખવો પછી જૂઓ જેમ
જેમ તેની ઉમર વધશે તેમ તેને આભ ઓછું પડશે કેમકે સાચું શિક્ષણ
જીવન છે. માહિતી નહી.પછીથી ભલે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકો. તો પણ
શાળાનું ભાવાવરણ, ગુણવત્તા, શિક્ષકોનું વ્યકિતત્વ અને
સંવેદના જોઇને નહિ કે મોટી ફી કે પાડોશી-મિત્રોની દેખા-દેખીથી. એ
પણ પાંચ વર્ષે. અહિથી તમારૂ કામ શરૂ. તેને એક સારો કે
સારી માણસ બનાવવાનું. તમે એને સમજો એ દુનિયાને સમજાવશે.

 
Leave a comment

Posted by on જુલાઇ 10, 2013 in હરતા-ફરતાંblog

 

what is ishq…..?

Ques: What is ISHQ?
Ans: Tanhai Me Muskurana Ishq Hai,
Ek Baat Ko Sab Se Chupana Ishq Hai,
Dil Hi Dil Me Kisi Ko Chahna Ishq Hai,
Jinda Hote Hue Bhi Mar Jana Ishq Hai,
Kisi ki Yado Ko Bhool Na Pana Ishq Hai,
Kisi Ke Bin Jee Na Pana Ishq Hai,
Kisi Ki Yado Me Khud Ko Tadpana Ishq Hai,
Band Ankho Se Kisi ko Dekh Pana Ishq Hai’
Kisi Ki Khushi Ke Liye Khud Ko Rulana Ishq Hai,
Yun To Neend Nahi Aati Raat Bhar Ishq Me,
Magar Sote-Sote Jaag Jana Ishq Hai.
~♥♥~

 
Leave a comment

Posted by on જૂન 25, 2013 in shayari.sms

 

શાયરી એસ.એમ.એસ

જોડાઓ આ બ્લોગ સાથે……….
મેળવો દરરોજ અપડેટ થતા નવા એસ.એમ.એસ.શાયરી,ગુજરાતી કવિતા તથા ગઝલ…
આજે નવું …..વરસાદી….
http://shayari4smsfun.blogspot.com/search/label/Rainsms%2F%20monsoonsms?m=0

 
Leave a comment

Posted by on જૂન 7, 2013 in હરતા-ફરતાંblog

 

તાડફળી

ઉનાળામાં શીતળતા આપતું ફળ
PUBLISHED: 07:04 PM, 27 Apr 2013 |
UPDATED: 11:04 PM, 27 Apr 2013
નર્મદાના અંતરિયાળ
વિસ્તારોમાં પુષ્કળ
પ્રમાણમાં તાડના ઝાડ
આવેલા છે. ઉનાળામાં આ ઝાડ
પર તાડફળી નામનું ફળ આવે છે.
95 ટકા પાણીનો ભાગ ધરાવતું
આ ફળ
ઉનાળામાં શીતળતા બક્ષે છે.
આદિવાસીને આ ફળ પૂરક રોજગારી પણ પૂરી પાડે છે.
જોઈએ તાડફળી અંગે એક અહેવાલ…
લીલા નારિયેળ જેવું દેખાતું આ ફળ નારિયેળ નહિ, પણ
ગરીબોના અમૃત સમુ તાળફળીનું ફળ છે. તાડના ઝાડ પર
થતું આ ફળ માત્ર ઉનાળામાં જ જોવા મળે છે.
વહેલી સવારે આદિવાસીભાઈઓ હાઇ-વે પર આ ફળનું
વેચાણ કરે છે. આ ફળના વેચાણથી તેઓ પૂરક
રોજગારી મેળવે છે. ઉનાળમાં ઠંડક આપતું આ ફળ
ગરીબો માટે અમૃત સમાન છે.
તાડફળી સ્વાદમાં મીઠું છે. સાથે સાથે 90
ટકા પાણીનો ભાગ હોવાથી તરસ પણ છીપાવે છે. તાપ
સામે રક્ષણ આપતા આ ફળની મજા માણવા દૂર
દૂરથી લોકો આવે છે.
આયુર્વેદમાં પણ તાડફળીનું ખૂબ જ મહત્વ છે. શરીરને
ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ મૂત્રદોષમાં ખૂબ જ
ઉપયોગી છે. તાડફળી કીડનીને સાફ રાખે છે. અને
ગરમીને બહાર કાઢે છે.
કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર
ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ
ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ
ભલે છાયડો ન આપે પરંતુ શીતળતા તો બક્ષે જ છે.

 
Leave a comment

Posted by on જૂન 6, 2013 in હરતા-ફરતાંblog

 
 
%d bloggers like this: